HomeGujaratપતિ-પત્નીના ઝઘડામાં 13 મહિનાના માસૂમ પુત્રની હત્યા કરનારા પિતાની ધરપકડ

પતિ-પત્નીના ઝઘડામાં 13 મહિનાના માસૂમ પુત્રની હત્યા કરનારા પિતાની ધરપકડ

હળવદના ટીકર રણની ઢસીએ ગતકાલે સવારે મજુરી કરતા પતિ-પત્ની વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્નેના ઝઘડામાં 13 મહિનાના પુત્રની હત્યાની ઘટના સામે આવી છે. પુત્રની હત્યાને પગલે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે આરોપી પિતાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર હળવદના ટીકર ગામે રણની ઢસીએ મજુરી કરવા આવેલા ધ્રાંગધ્રાના કુડા ગામના વતની અસગર માણેક નામના યુવાનની પત્ની અમીના લગ્ન બે વર્ષ પહેલાં થયા અને શંકાશીલ પતિની પત્ની બીજા યુવાનો સાથે બેસવા બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા અમીનના પિતા ત્યાં પહોંચ્યા હતા અને દીકરી-જમાઈ વચ્ચે ઝઘડો વધુના થાય એટલે દીકરીને ઘરે લઈ જવા આવ્યા હતા. ત્યારે સવારે અમીનાબેન તેમના કપડા પેક કરતા હતા તે દરમિયાન અસગર ત્યાં પહોંચી અને તેના દીકરા અરમાનને રમાડવાના બહાને લઈ લીધો હતો. અને બાદમાં અરમાનનો ઘા કર્યો હતો. જેથી અરમાન પટકાતા તેને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે હળવદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.બાળકની લાશને હળવદ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જોકે અરમાનના કાતિલ પતિ અસગર માણેક સામે તેની પત્ની અમીનાએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી અસગર માણેકને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW