HomeGujaratહળવદમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની માટે અલગ બ્લોક ફાળવાયો

હળવદમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની માટે અલગ બ્લોક ફાળવાયો

આજથી ગુજરાત માદ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હળવદ શહેરમાં તાલુકાના વિવિધ વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર હોંસભેર જોવા મળ્યાં હતાં તો સાથે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કેન્દ્ર પર કુમકુમ તિલક સાથે આવકાર આપ્યો હતો તો સાથે ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે હળવદની એક શાળામાં એક બ્લોકમાં એક વિદ્યાર્થીનીએ આજે ગુજરાતી પેપર આપ્યું હતું જે વિદ્યાર્થી માલણીયાદ ગામથી મોડલ સ્કૂલમાં રીક્ષામાં અભ્યાસ અર્થે આવી રહી હતી તે દરમિયાન રીક્ષાનો અકસ્માત થતાં જમણાં હાથમાં ફેકચર થયું હતું ત્યારે આજે પરીક્ષામાં પેપર આપવા સક્ષમ નહીં હોવાથી શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીનીને રાઈટર ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે આખી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીને પેપર લખી આપશે ત્યારે હળવદમા આજે એક શાળામાં એક બ્લોકમાં એક વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW