HomeGujaratપરીક્ષાના આગલા દિવસે વધુ પડતો સ્ટ્રેસ ન લો પુરતો આરામ અને હળવો...

પરીક્ષાના આગલા દિવસે વધુ પડતો સ્ટ્રેસ ન લો પુરતો આરામ અને હળવો ખોરાક લેવું હિતાવહ

કારકિર્દી માટે અગત્યની એવી ધોરણ 10 અને 12ની પરીક્ષાને હવે માત્ર 24 કલાક જેટલો સમય બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ વધુને વધુ વાંચી માર્ક રીકવર કરવા મથતા હોય છે ખરેખર પરીક્ષા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે બાબતે દિવ્ય ભાસ્કર દ્વારા ગત વર્ષના ટોપર વિધાર્થીઓ પાસેથી જાણી છેલ્લી 24 કલાક તેઓની શું તૈયારી હતી તે જાણવા પ્રયાસ કર્યો હતો જેથી સોમવારે પરીક્ષા આપનાર છાત્રો ને મદદરૂપ થશે

મોરબીમાં જીલ્લામાં માર્ચ 2023માં યોજાયેલ બોર્ડ પરીક્ષામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 650 માંથી 597 માર્ક્સ સાથે 99.98 પી આર મેળવનાર હિત અઘેરાએ જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનો આત્મ વિશ્વાસ સૌથી વધુ મહત્વનો છે વર્ષ દરમિયાન કરેલી મહેનત પુરતી હોય છે જેથી છેલ્લી ઘડી વધુને વધુ વાચવા જતા અગાઉ કરેલી તૈયારીને પણ અસર પહોચાડી શકે છે જેથી સ્ટ્રેસ વધે તે રીતે વાંચન ન કરવું પણ અગાઉના ટોપિક રીવીઝન કર્યા હતા

ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 98.09 પી આર મેળવનાર છાત્ર જયદીપ પરમારે જણાવ્યું હતું કે વર્ષની શરૂઆતથી પુરતું ફોકસ હોવાથી છેલ્લી ઘડીએ વધુ વાચ વાની જરૂર રહેતી નથી છેલ્લા દિવસે માત્ર રીવીઝન પર ફોકસ કરવું આ ઉપરાંત 7 થી 8 કલાક સુધી આરામ કરવો જરૂરી છે અ ઉપરાંત ખોરાક પણ હળવો અને જરૂર મુજબ લેવો જેથી પરીક્ષા દરમિયાન સ્વસ્થ ન બગડે બિન જરૂરી ચિંતા બિલકુલ ન કરવી

વર્ષ 2023માં ધોરણ 10માં પરીક્ષા આપી 99.79 પી આર મેળવનાર ત્રિવેદી પ્રાર્થના એ જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન અગાઉ જેટલી તૈયારી કરી હતી. રીવીઝન કરવું જોઈએ વધુ પડતું વાંચન ન કરતા તબિયત ન બગડે તેના પર ફોકસ કરવું જોઈએ, પુરતો આરામ કરવો જેથી પરીક્ષા દરમિયાન અ પુરતી ઊંઘ ન આવે ઉપરાંત પરીક્ષા જતા પહેલા આગલા દિવસે તમામ જરૂરી સ્ટેશનરી પેન રીસીપ્ટ સહિતની ચીજ વસ્તુ તૈયાર કરવી જોઈએ જેથી બીજા દિવસે પરીક્ષા આપવા જતા સમયે ચીજ વસ્તુ મળી રહે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોચી શકાય

ડાંગર કાવ્યા એ જણાવ્યું હતું કે પરીક્ષાના આગલા દિવસે કોઈ નવો ટોપિક અથવા તમને ન આવડતો હોય તેવો ટોપિક ન લેવો જોઈએ કારણ કે તે શીખવા જતા સમય બગડશે અને અગાઉ જે તૈયારી કરી હશે તે ભુલાઈ જશે જેથી અગાઉ જે ભણ્યા હોય તેની માત્ર રીવીઝન કરવું તેમજ જરૂરીયાત મુજબ ઊંઘ કરવી જોઈએ પુરતું રેગ્યુલર જેટલુ વાંચતા હોય પરીક્ષા દરમિયાન જયારે રજા હોય ત્યારે ટાઈમ ટેબલ બનાવવું અને તેએન ફોલો કરવું જેથી વધુ પડતું બોજો ન લાગે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW