HomeGujaratમોરબીમાં હજુ એક સપ્તાહ ઠંડીનું મોજું રહેશે: હવામાન વિભાગની આગાહી

મોરબીમાં હજુ એક સપ્તાહ ઠંડીનું મોજું રહેશે: હવામાન વિભાગની આગાહી

મોસમી વરસાદી માહોલના કારણે સવારે ઠંડી દીવસે ગરમીનો અહેસાસ થશે

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને તેના કારણે કચ્છ દ્વારકા રાજકોટ તેમજ મોરબી જીલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો અને છુટા છવાયા વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો આ વરસાદી માહોલના કારણે અચાનક ફરી ઠંડીનું મોજું શરુ થયું છે મોરબી જીલ્લામાં વ્હેલીસ સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે અને આ દરમિયાન લઘુતમ તાપમાન 12થી 13 ડીગ્રી વચ્ચે નોધાયું હતું જોકે આગામી દિવસમાં ઠંડીમાં આંશિક રાહત થાય તેવી શક્યતા છે જોકે રાત્રે અને સવારે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ રહેશે અને આ દરમિયાન લઘુતમ તાપમાન 14 થી16 ડીગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના સેવાઈ રહી છે જયારે દિવસ દરમિયાન મહતમ તાપમાન 30 ડીગ્રી થી 32 ડીગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો પવનની ગતિ પણ 13 કીમી પ્રતિ કલાકથી 16 કિમી પ્રતિ કલાક વચ્ચે ફુંકાઈ શકે છે અને ભેજનું પ્રમાણ સવારે 24થી 51 ટકા વચ્ચે અને બપોરના સમયે 13 ટકાથી 16 ટકા વચ્ચે રહેશે અને આ ઠંડીના વાતાવરણ ને ધ્યાને લઇ મોરબી જિલ્લા કૃષિ વિભાગ તેમજ ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગે ખેડૂતોને કૃષિ પાકની કાળજી લેવા એડવાઇઝરી જાહેર કરી છે જેમાં જે વિસ્તારમાં કમોસમી વરસાદ થયેલ હોય ત્યાં શિયાળુ-ઉનાળુ પાકોમાં, શાકભાજી પાકોમાં અને આંબાવાડીયામાં ફગૂ જન્ય ઉપદ્રવ ન થાય તે માટે કાર્બેંડાન્ઝિમ દવા ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરીને છંટકાવ કરવો સલાહ અપાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW