HomeGujaratબોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્ર આસપાસ પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્ર આસપાસ પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાનાર ધોરણ10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહના ઉમેદવારોની પરીક્ષા તારીખ 11 થી 26 માર્ચ દરમિયાન યોજાનાર .છે જે અન્વયે આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા સ્થળોની આસપાસ પ્રતિબંધાત્મક હુકમો કરવા અને અમલવારી કરવા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામા અનુસાર આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અન્વયે મોરબી જિલ્લામાં 55 સ્થળોએ પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. આ પરીક્ષા કેન્દ્રની આસપાસના 100 મીટર વિસ્તારમાં પરીક્ષાના દિવસે પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા સ્થળોની આસપાસ વિદ્યાર્થીઓ સિવાય અન્ય વ્યક્તિઓ બિનજરૂરી ભેગા ન થાય તેમજ પરીક્ષા કાર્યમાં ખલેલ પહોંચાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રિત થવું નહીં, પરીક્ષા કેન્દ્રના 100 મીટર આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટર ઉપર પ્રતિબંધ, પરીક્ષા સ્થળોની આસપાસના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ, પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન લઈ જવા નહીં તેમજ નિર્દિષ્ટ વિસ્તાર આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરિતી કરવા કોપીંગ કરવા વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW