શહેરના અલગ અલગ વિસ્તાર કચરા ઢગ ઓછા થયા.કલેકટરે આયોજન
મોરબી શહેરમાં આયોજન વિના થતી સફાઈ કામગીરી તેમજ સફાઈ સાધનોના અભાવના કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રજ્ય જોવા મળતું હતું પાલિકા દરરોજ અલગ અલગ વિસ્તારમાંથી ગંદકીની ફરિયાદ ઉઠી રહી હતી ત્યારે મોરબી જિલ્લા કલેકટર દ્વારા મોરબી શહેરમાં આયોજન બદ્ધ રીતે સફાઈ કામગીરી કરવા અને જરૂર પડે બીજા વિભાગની મદદ લઇ શહેરને સ્વચ્છ બનાવવા સુચના આપવમાં આવી હતી જે બાદ મોરબી પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી અને મોરબી તાલુકા તેમજ શહેર મામલતદારની ટીમને સાથે રાખી પાલિકાના સફાઈ કર્મીઓની મદદથી ગત તા 15 તારીખથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખાનગી એજન્સી દ્વારા અલગ અલગ વિસ્તાર ડોર ટુ ડોર કચરા કલેક્શન તેજ કરી હતી જયારે પાલિકાના રોજમદારો અને કર્મચારી સહીત 400 કર્મચારી ની ટીમે અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગ અને કચરા કલેક્શન પોઈન્ટ પરથી કચરો ઉપાડવાનું શરૂ કરતા શહેરમાં દરરોજ અલગ અલગ વિસ્તારમાંથી 95થી 100 ટન કચરો ઉપડતો હતો તે વધીને 130 ટન થઇ ગયો છે હવે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી દૈનિક 130 ટન કચરો નિકાલ થઇ રહ્યો છે અને તેના કારણે શહેરના માધાપર ચોક, આસ્વાદ પાન ચોક ,મચ્છુ બારીના ખૂણા ખાખરેચી દરવાજા સહિતના વિસ્તારમાં અગાઉ મોટા પાયે કચરાનો ઢગલો પડ્યો રહેતો હતો તે હવે ઘટી ગયો છે આ ઉપરાંત આવા કચરા કલેક્શન પોઈન્ટ પર ટ્રેક્ટર ટ્રોલી મૂકી દેવામાં આવી છે જેના કારણે જાહેરમાં કચરો ઓછો એકઠો થતા સફાઈની અસર જોવા મળી રહી છે. પરિણામે શહેરમાં હવે અગાઉ કરતા ગંદકીનું પ્રમાણ ઘટ્યું છે
શહેરમાં સફાઈ ઝુંબેશની અસર જરૂર દેખાઈ છે અને કેટલાય વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ ઘટ્યું છે કે શહેરમાં હજુ કેટલાક વિસ્તાર છે જ્યાં હજુ પાલિકાની સફાઈ ઝુંબેશની ધારી અસર જોવા મળી નથી જેમાં વાઘપરા મેઈન રોડ પર જાહેર જગ્યા પર,વજેપર ગેટ પાસે,જેલ રોડ, વીસીપરા વિસ્તાર, રણછોડનગર સહિતના છેવાડાના વિસ્તારમાં હજુ નિયમિત કચરા કલેક્શન કામગીરી ન થવાના કારણે અલગ અલગ વિસ્તાર હજુ પણ ગંદકી જોવા મળી રહી છે આ ઉપરાંત શહેરના તમામ મુખ્ય રોડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાકણા ખુલ્લા રહેવા તેમજ તેનું તેની સફાઈ ન થવાના કારણે રોડ પર હજુ ગંદા પાણી ફરી વળતા હોય છે જેના કારણે ગંદકી જોવા મળી રહી છે ત્યારે આ અંગે પણ એક નક્કર આયોજન જરૂરી છે
કલેકટરે સફાઈ માટે રૂ 50 લાખની ગ્રાન્ટ ફાળવી
મોરબી શહેરમાં સફાઈ કામગીરી ઝડપી થાય તેમજ જે પણ સફાઈ સાધનોનો અભાવ છે તે સાધનો મળી રહે તે માટે જિલ્લા કલેકટર દ્વારા રૂ 50 લાખની ગ્રાન્ટ આયોજનના કામમાંથી ફાળવી છે આ રૂ 50 લાખમાંથી આગામી દિવસમાં જેટીંગ મશીન તેમજ ભીનો કચરો સુકો કચરો અલગ અલગ એકઠો કરી શકાય તે પ્રકારની ટ્રોલીઓ બનાવી જે જગ્યાએ શહેરના કચરા કલેક્શન પોઈન્ટ છે ત્યાં મુકવામાં આવશે તેમ ઇન્ચાર્જ ચીફ ઓફિસર શુશીલ પરમારે જણાવ્યું હતું

