HomeGujaratગ્રામીણ કૃષિ મોસમ સેવા દ્વારા ખેડૂતો માટે સંકલિત ખેતીના મહત્વ વિશે સેમીનારનું...

ગ્રામીણ કૃષિ મોસમ સેવા દ્વારા ખેડૂતો માટે સંકલિત ખેતીના મહત્વ વિશે સેમીનારનું આયોજન કરાયું

મુખ્ય સુકી ખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ., તરઘડિયા ખાતે તા.૨૨- ૦૨- ૨૦૨૪ ના રોજ ગ્રામીણ કૃષિ મૌસમ સેવા અંતર્ગત ખેડૂત જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલ. અત્રેના કેન્દ્રના વડા ડો. ડી. એસ. હિરપરાદ્વારા ખેડૂતોનું અભિવાદન કરવામાં આવ્યું હતું રેલ અને કૃષિમાં સંકલિત ખેતીના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આપ્યું હતું .તેમજ ડો. પી. ડી. વેકરીયાએ ઓછા ખર્ચે ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું . કૃષિ હવામાન વિભાગ ના પ્રો. વી.ડી. વોરાએ કૃષિ હવામાન આગાહી અને તેની ઉપયોગીતા પર તથા ગ્લોબલ વોર્મિંગથી થતું નુકશાન અને તેને સુધારવાનાં ઉપાય તેમજ ભારતીય હવામાન વિભાગ દ્વારા વિકસાવેલ ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન્સ “મેઘદૂત”, “દામિની”અને “મૌસમ” એપની જાણકારી અને ઉપયોગીતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી તથા ભારતીય હવામાન વિભાગ દ્વારા દર મંગળવાર અને શુક્રવારે પ્રકાશિત કરવામાં આવતું કૃષિ હવામાન બુલેટીન કઈ રીતે ડાઉનલોડ કરવું અને તે કઈ રીતે ખેડૂતોને ઉપયોગી થાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ પ્રો. વી. ડી વોરા એ આવનારો સમય કાર્બન ફાર્મિંગ થકી કાર્બન ક્રેડીટ મેળવી ખેતીમાં વધારાની આવક મેળવવાનો હશે જે અંગે ખેડૂતોને માહિતગારકરેલ. ડો. એમ.એલ.પટેલે ખેતી પાકોમાં રોગ-જીવાત ઉપદ્રવ અને નિયંત્રણ વિષે માહિતી આપેલ. મેહુલ ઘાડિયા, ડો.એસ.સી.કનેરિયા અને સંકેત કાસેટીયાએ ખેડૂતોને કૃષિ હવામાન વેધશાળા મુલાકાત કરાવેલ અને માહિતગાર કરેલ. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય સુકી ખેતી સંશોધન કેન્દ્રના બધા કર્મચારીઓએ ખંતપૂર્વક કામગીરી કરેલ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW