HomeGujaratવેરાવળ દરિયામાંથી 350 કરોડના હેરોઈન પ્રકરણમાં મોરબી ડ્રગ્સ કેસના ફરાર આરોપીનું...

વેરાવળ દરિયામાંથી 350 કરોડના હેરોઈન પ્રકરણમાં મોરબી ડ્રગ્સ કેસના ફરાર આરોપીનું નામ ખુલ્યું

ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના વેરાવળ ખાતે હેરોઇન લાવવામાં આવી રહ્યુ હોવાની બાતમી મળતા ગીર સોમનાથ SOG દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોદી કાંઠે દરોડો પાડી આશરે રૂ.૩૫૦કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો ૫૦ કિલોનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત કુલ ૯ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસને આ પ્રશંસનીય કામગીરી બદલ રૂ.૧૦ લાખ ઇનામની જાહેરાત કરી છે. પોલીસ તપાસમાં ડ્રગ્સ કેસમાં ઈરાન અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે

તપાસમાં મોટો ખુલાસા સામે આવ્યા છે. જેમાં ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધદરિયથી મૂર્તઝા નામના ઇસમે કરાવી હતી. જ્યારે જામનગરના જોડિયાનો ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠાબેઠા સૂચનાઓ આપતો હતો. ઉલ્લખનીય છે કે, આ ઇશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે. મોરબીના ઝીંઝુડા ગામ ખાતે ઝડપાયેલ ડ્રગ્સ કેસમાં ઈશાકની સંડોવણી હતી અને તેના નામે ગુના દાખલ છે. હાલ તો બોટના ટંડેલ અને ડિલિવરી લેવા આવેલ બન્ને ઈસમો સહિત ત્રણેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માગ સાથે વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

FSLની તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો મોર્ફિંન, હેરોઇન અને કોકેઇન પ્રકારનો હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા ટંડેલ પાસેથી મળી આવેલ સેટેલાઇટ ફોનના ટેક્નિકલ સર્વેલન્સમાં આ ડ્રગ્સ કેસના તાર વિદેશમાં પણ જોડાયેલા જોવા મળ્યા છે

ગઈકાલે અમને બાતમી મળી હતી કે એક ફિશિંગ બોટમાં શંકાસ્પદ નશીલો પદાર્થ આવી રહ્યો છે અને આ બોટ વેરાવળ બંદર પર લંગરેલી છે. જે બાતમી મળતા તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી કામે લગાડી હતી. પ્રથમ ફિશિંગ બોટમાંથી એક ફોરવ્હિલમાં ડિલિવરી કરાયેલ 25 કિલો હેરોઇનના જથ્થા સાથે પ્રથમ 02 આરોપીઓની અટક કરી પૂછપરછ કરતા વધુ ફિશિંગ બોટમાં રખાયેલ બીજો 25 કિલો જથ્થો મળી કુલ 50 કિલો હરોઇનનો જથ્થો મળી આવેલ છે. જેની કિંમત 300 કરોડથી વધુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW