મોરબીના ઘૂટું રોડ પર બાઈક પર જતા એક યુવકને મોરબી જિલ્લા પોલીસની સી ટીમની પીસીઆર વાહન દ્વારા ટક્કર મારવામાં આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને આધેડને હોસ્પિટલ પહોચાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બાદમાં બાઈક ચાલકને ઈજા પહોચતા સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો યુવકને ગંભીર ઈજા પહોચતા મોરબીની ખાનગી હોસ્પીટલમાં વધુ સારવાર અર્થે રીપેર કરવામાં આવ્યો હતો. જોકે આ અંગે મોડે સુધી ફરિયાદ ન નોધાઈ ન હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબી -હળવદ ના નિર્માણધીન ફોરલેન હાઈવે પર ઘુંટુ ગામ નજીક હરિઓમ સોસાયટી પાસે હળવદ તરફથી પોતાના બાઈકમાં આવી રહેલા હીરાભાઈ બચુભાઈ રોઝડીયા નાના આધેડને રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ધસી આવેલ જિલ્લા પોલીસની સી ટીમની બોલેરો કારના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું બનાવમાં હરિભાઇને ગંભીર ઈજાઓ પહોચી હતી જેમાં આધેડને સારવાર પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . બનાવને પગલે રોડ પરથી પસાર થતા લોકો એકઠા થવા લાગ્યા હતા, બનાવ સ્થળે એકત્રિત થઇ ગયા ગત અને લોકોને કાયદાના પાઠ ભણાવતી પોલીસ જ રોંગ સાઈડ આવી અકસ્માત સર્જ્યો હોય લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા.

