હળવદના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બેફામ ખનીજ ચોરીના પગલે અવાર નવાર જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કાર્યવાહી કહેવા પુરતી જ થતી હોય તેમ અવાર નવાર માતેલા સાંઢ માફક ડમ્પરો દોડતા હોય છે ત્યારે હળવદ પોલીસ મથકના પીઆઈ ડી.એમ ઢોલ સહિત પોલીસ જવાનો દ્વારા રાત્રી દરમિયાન અલગ અલગ જગ્યાએથી સફેદ માટી (સીપરા) ભરેલા ત્રણ ડમ્પર અને એક રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માથક પાસેથી ડમ્પર નંબર જીજે-36-એક્સ-4345 રેતી ભરેલ ડમ્પર ઝડપાયું હતું. તો સાથે સફેદ માટી ભરેલા ત્રણ ડમ્પરો જીજે-36-વી-9026, જીજે-13એએક્સ-5202, જીજે-36-વી-7454 રાતાભેર પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે ચારેય ડમ્પરને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

