ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં દેશના અલગ અલગ રાજ્યમાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના હોદેદારોની નિમણુક કરી હતી જેમાં ગુજરાત રાજયના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ તરીકે મોરબી જિલ્લાના કોંગ્રેસ અગ્રણી કે ડી બાવરવાની નિમણુક કરવામાં આવી હતી.

આ નિમણુક બાદ મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા મોરબી શનાળા રોડ પર આવેલા જિલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે સન્માન સમારોહનું આયોજન કરાયું હતું મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલની હાજરીમાં કે ડી બાવરવાનું ફૂલ હાર તેમજ મીઠાઈ ખવડાવી સન્માન કરાવામાં આવ્યું હતું મોરબી જિલ્લા કોંગ્રેસના અલગ અલગ સેલના હોદેદારો તેમજ શહેર,તાલુકા પ્રમુખના હોદેદારોએ પુષ્પ ગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી આ તકે મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડ્સુંબીયા,શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજ્યગુરુ, એલ એમ કંજારિયા સહિતના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા


