HomeGujaratસ્વચ્છતાના આગ્રહી એવા ગાંધીજીની પ્રતિમાની ફરતે ગંદકીના ગંજ,

સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધીજીની પ્રતિમાની ફરતે ગંદકીના ગંજ,

મોરબી શહેરનું બીજું નામ હવે ગંદુ શહેર થઇ ગયું છે શહેરના મુખ્ય માર્ગો જાહેર જગ્યા બાગ બગીચા તેમજ જાહેર પાર્કિંગ જ્યાં જુઓ ત્યાં બસ ગંદકીના ગંજ જોવા મળે છે મર્યાદિત સફાઈ કર્મચારીની મદદથી શહેરને સ્વચ્છ કરવાનું સ્વપ્ન જોતી પાલિકા શહેરને વધુ ને વધુ ગંદુ થતા જોઈ રહી છે સ્થિતિ એટલી હદે ખરાબ છે કે સ્વચ્છતા ના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીની પ્રતિમા મુકવામાં આવી છે અને સ્થળન નામ તેમના નામથી છે તેવા ગાંધી બાગ ગંદકીના ગંજ ખડકાયેલ છે જ્યારે ગાંધીજીની પ્રતિમાં સ્થાપિત કરવા આવી હતી ત્યારે ત્યાં બગીચો હતો પણ અત્યારે ત્યાં પાર્કીંગ પ્લોટ કરી નાખ્યો છે તો આ બાગમાં અત્યારે એટલો બધો કચરો અને ગંદકી નું સામ્રાજ્ય છે કે ત્યાં અત્યંત દુર્ગંધ આવેછે. મોરબી નગરપાલિકામા ધણીબધી સફાઇ ની ફરીયાદ કરી હોવા છતાં એક પણ જગ્યાએ સમસ્યા નું સમાધાન કરાવી શકી નથી. આ તંત્ર પાસે ઘણી બધી ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટ ખોટા તાયફા અને ભષ્ટાચારી પાછળ વાપરતા હોય તેવું લાગે છે.. જો આ સરકાર આવાં બાગ બગીચા અને પુરાતન વારસો સાચવી ના સકે તો આ સરકાર નિષ્ફળ કહેવાય.મોરબી તંત્ર અને નગરપાલિકાને આ ગંદકી દૂર કરવા અને ત્યાં વ્યવસ્થિત રીતે પાર્કીંગ પ્લોટ બનાવવા આદમી પાર્ટી મોરબી જિલ્લા ના યુવા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા માંગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW