HomeGujaratવાંકાનેરની ખાનગી શાળાના બસ ચાલકે બાળકીને હડફેટે લીધી,ઘટના સ્થળે મોત

વાંકાનેરની ખાનગી શાળાના બસ ચાલકે બાળકીને હડફેટે લીધી,ઘટના સ્થળે મોત

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક શનિવારે સાંજના સમયે વાંકાનેર-મીતાણા રોડની સાઈડમાં ઉભેલા તિથવા ગામના વતની ઈમ્તિયાઝભાઈ શાહમદાર અને તેની ચાર વર્ષની પુત્રી સાનિયા ઈમ્તિયાઝભાઈ ઊભા હતા તે દરમ્યાન ત્યાંથી પસાર થતી એક જીજે૩ બીટી 5777 નમ્બરની ખાનગી સ્કૂલ બસના ચાલકે ગંભીર બેદરકારી રીતે બસ ચલાવી હતી અને સાઈડમાં ઉભેલી બાળકીને હડફેટે લઇ અકસ્માત કર્યો હતો. અક્સ્માત એટલો ગંભીર હતો કે જેમાં ચાર વર્ષની માસુમ બાળકી સાનિયા બસના વ્હીલ નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટના ને પગલે ભારે તનાવ ભર્યો માહોલ સર્જાયો હતો જે બાદ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક બાળકીની બોડીને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક ઘટનાની ગંભીરતા લઈ તપાસ હાથ ધરી હતી અને સ્કૂલ બસ ચાલક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW