મોરબી જિલ્લાના સૌથી પછાત ગણાતી માળિયા મિયાણા નગર પાલિકાને પણ અન્ય નગર પાલિકાની હરોળમાં ઉભી રહી શકે તેવા પ્રયાસની એક શરુઆત કરવામાં આવી હતી કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા,ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ભાજપ આગેવાનોની હાજરીમાં માળિયા મિયાણા શહેરના રૂ 22 કરોડના કામનું ખાત મૃહુત અને લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો,

આજના કાર્યક્રમમાં માળિયા મિયાણા શહેરમાં રૂ 8 કરોડના ખર્ચે તૈયાર થયેલ સીવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત માળિયા શહેરમાં રૂ 42 લાખના ખર્ચે બનનારા રોડ તેમજ નેશનલ માળિયા શહેર સુધીના માળિયા પીપળીયા કોસ્ટલ હાઈવે રૂ 14.02 કરોડ ના ખર્ચે બનનારા રોડનું ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું આ તકે માળિયા શહેર અને તાલુકા ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા.

