HomeGujaratમોરબીહવે છાત્રો બાઈક રીપેરીંગ પણ શીખશે, ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો નિ:શુલ્ક કોર્ષ...

મોરબીહવે છાત્રો બાઈક રીપેરીંગ પણ શીખશે, ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો નિ:શુલ્ક કોર્ષ શરૂ

દિન પ્રતિદિન વધી રહેલા વાહનોની સંખ્યાને ધ્યાને લઇ બેરોજગાર યુવાન માટે સ્કીલ ડેવલપમેન્ટ માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે PMKVY – 4.0 યોજના અંતર્ગત ધોરણ-૧૦ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓટોમોબાઇલ સેકટરનો ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો નિ:શુલ્ક શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.
આ શોર્ટ ટર્મ કોર્ષ કરવા માટે ધોરણ-૧૦ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ વર્ષની ઉંમર તથા ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ ૧૦ પાસ કર્યાની માર્કશીટ , જાતીનુ પ્રમાણપત્ર , ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઇસન્સની નકલ, આધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલ વગેરે સાથે લઈને જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ મોરબીનો રૂબરૂ સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ મોરબીનો રૂબરૂ સંપર્ક કરવા અથવા ૯૨૭૪૩૪૯૯૩૫, ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW