HomeGujaratમોરબીના રીલીફનગરમાં ભૂગર્ભ ગટરની કુંડીની સફાઈ અભાવે ગંદકીના ગંજ ખડકાયા,રોગચાળાનો ભય

મોરબીના રીલીફનગરમાં ભૂગર્ભ ગટરની કુંડીની સફાઈ અભાવે ગંદકીના ગંજ ખડકાયા,રોગચાળાનો ભય

મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં આવેલા રીલીફ નગર વિસ્તારના યોગેશ્વર મહાદેવ મંદિર રીલીફનગર ચોક તેમજ આસપાસ વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી ભૂગર્ભ ગટરના પાણી બહાર રોડ પર આવી રહ્યા છે જેના કારણે આસપાસ અત્યંત દુર્ગંધ ફેલાઈ રહી છે સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઈ છે કે રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલી થઇ ગયું છે આ વિસ્તારમાં યોગેશ્વર મહાદેવ મંદિર આવેલા હોય અને દિવસ દરમિયાન ભક્તો દર્શન માટે આવતા હોય છે પરંતુ આ ગંદાપાણીમાંથી ચાલવા લોકો મજબુર બન્યા છે આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકા તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં મચ્છર અન માખીનો ત્રાસ પણ વધ્યો છે જેના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત ફેલાઈ રહી છે ત્યારે આ મુદે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે જગદીશભાઈ બાંભણીયા ચિરાગભાઈ સેતા સહિતનાએ મોરબી પાલિકાના ચીફ ઓફિસર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જિલ્લા કલેકટરને લેખીત રજૂઆત કરી 4 દિવસમાં કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી હતી જો આ વિસ્તારમાં 4 દિવસમાં ભૂગર્ભ ગટર લાઈનની સફાઈ નહી કરવામાં આવે તો પાલિકા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW