ગત તા 12 ડીસેમ્બરના રોજ મોરબીના બગથળા આવેલી ઈવા સિન્થેટિક પ્રાઈવેટ લીમીટેડ નામની ફેક્ટરીના થરમોપેક ટેન્કનું રીપેરીંગ કામ ચાલતું હતું તે દરમિયાન ધડાકા સાથે આ થર્મોપેક ટેંક ધડાકા સાથે ફાટી હતી જેમાં ફેક્ટરીના ટેકનીશીયન અને ભાગીદાર વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી નામનો 40 વર્ષીય યુવાન તેમજ હિતેશભાઈ મનસુખભાઈ ડેડકીયાના નામનો 37 વર્ષીય યુવાનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા તો ફેક્ટરીના સુપરવાઈઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા 14 દિવસ દરમિયાન મોત સામે લડી રહેલા નીતિનભાઈ અંતે હારી ગયા હતા અને રાજકોટ ખાતે તેનું મોત થતા દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિની સંખ્યા ત્રણ થઇ ગઈ હતી. બનાવ અંગે તાલુકા પોલીસે આ અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે

