મોરબી શહેરની ભાગોળે આવેલા મહેન્દ્ર નગર અને ઇન્દિરા નગર ગામ વચ્ચેથી પસાર થતી કાલિન્દ્રી નદી પર છેલ્લા કેટલાય સમયથી ગાંડી વેલનું સામ્રાજ્ય છવાયેલા છે તો સાથે સાથે નદીની આસપાસ પણ ગંદકીનું સામ્રાજય છવાયેલા છે જેના કારણે આં વિસ્તારમાં મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે તો દિવસ દરમિયાન માથુ ફાડી નાખી તેવી દુર્ગંધ આવતી રહે છે મોરબીની મચ્છુ અને કલિન્દ્રી નદી ની સફાઈ ન થવાથી લોક માતા કહેવાતી નદી માત્ર નામની લોક માતા બની ગઈ છે.

