રાષ્ટ્રિય ઊર્જા બચત પર્વ ડીસેમ્બર -2023 ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતી નો હેતુ આજ રોજ રેલી મા તમામ સ્ટાફ જોડાયો હતા
મોરબી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીસેમ્બર -2023 ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા તા 11-12-2023 થી 16-12-2023 સુધી ઊર્જા સપ્તાહ ની ઉજવણી કરી રહ્યું છે આમ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ ની ઉજવણી અંતર્ગ આજ રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરેલ છે ,જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગે નું આયોજન કરેલ છે. રેલી, સવાર ના 9 કલાકે કચેરી પાવર હાઉસ કમ્પાઉન્ડ થી મુખ્ય માર્ગો થી મયુર પુલ થી નગર દરવાજા થી રવાપર રોડ થી નવા બસ સ્ટેન્ડ થી ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ એ પૂર્ણ થશે.
આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્કૂલોમાં ઉજાઁ બચતની માહિતી આપવામાં આવી હતી અને દરેક સ્કુલ મા નીબંધ સ્પર્ધા રાખવામાં આવી છે સાથોસાથ ચિત્રો સ્પર્ધા યોજાશે માહિતી ગાર કરવામાં આવશે તેમ આ રેલીમાં બોહળી સંખ્યામાં લોકો
તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

