માત્ર વર્ષમાં એક સપ્તાહ રોડ સેફ્ટી સપ્તાહ ઉજવણી કરી ફોટો પાડી સંતોષ માની લેતું તંત્ર રોડ અકસ્માત નિવારવા જરૂરી પગલાં લેવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે જિલ્લાના નેશનલ હાઇવે હોય સ્ટેટ હાઇવે હોય કે એક ગામથી બીજા ગામને જોડતા રોડ તમામ નાના મોટા રસ્તા પર દિન પ્રતિદિન જીવલેણ અકસ્માત વધ્યા છે નવેમ્બર મહિનામાં લગભગ 27 થી વધુ લોકોના મોત વાહન અકસ્માતે લીધા હતા તો ડિસેમ્બર મહિનામાં પણ રોડ અક્સ્માત માં મોતની ઘટના સતત વધી રહી છે.માળિયાં હાઇવે પર ત્રીપલ સવારી બાઈક ટ્રક હેડફેટે આવી જતા બે બહેનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા હજુ આં ઘટનાને વધુ સમય ન હતો થયો ત્યાં મોરબીની પી જી પટેલ કોલેજમાં અભ્યાસ કરી બે કોલેજીયન યુવતીઓ પરીક્ષા આપી ઘરે પરત ફરતી હતી તે દરમિયાન પંચાસર ચોકડી થી દલવાડી સર્કલ વચ્ચે પહોંચી હતી તે દરમિયાન જીજે12 બી ઝેડ 8442 નંબરના ટ્રકે અચાનક વળાંક લીધો હતો અને આં પ્લેટિના સવાર યુવતીને ઠોકર મારી હતી બનાવમાં જસમિતાબેન ભરતભાઈ કંઝારિયા ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે બંસિબેન જીતેન્દ્રભાઈ ઘમાસણાને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે યુવતીની ફરિયાદ આધારે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

