મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન વાહન અકસ્માતની ઘટના વધી રહી છે અને તેની સાથે સાથે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. તેમાં પણ મોટા ભાગની ઘટનામાં વાહન ચાલકોની બેદરકારી અને ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળે છે તો મોટા ભાગના વાહન ચાલકો ટ્રાફિક નિયમના ભંગ કરી આડેધડ વાહન ચલાવતા હોવાની ઘટના વધુ બનતી હોય છે. આવા જે વાહન ચાલકની બેદરકારીનો ભોગ 9 વર્ષનો બાળક બન્યો હતો અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલા અવળે સોફાઈ ગોડાઉનની ઓરડી માં રહેતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામના વતની કરશનભાઈ કાળુભાઈ ડફેર નામના 40 વર્ષીય યુવકનો 9 વર્ષનો દીકરો મનીષ ગત તા 4 ના રોજ ઘૂટું રોડ પર આવેલા મેઘા સિરામિક તરફની એક શાકભાજીના થડા પાસે પાસે ઉભો હતો તે દરમિયાન જીજે 36 એ ૦૭૭૮ નંબરની બાઈક અચાનક ધસી આવ્યું હતું અને મનીષને ઠોકર મારી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો બનાવમાં મનીષને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા પ્રથા મોરબી સિવિલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું આ અંગે કરશનભાઈએ બાઈક ચાલક સામે ફરિયાદ નોધાવી હતી

