મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ નીલકંઠ નામની ફેકટરીમાં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ દાણા નામના મજૂરની પત્ની રાધા બેને તેમના લેબર કવાર્ટરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બે શુધ્ધ હાલતમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યા ફરજ પરના તબીબે પરણિતાને મૃત જાહેર કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડવા આવ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.


