HomeGujaratનકલીની બોલબાલા: જૂનાગઢમાં ધારાસભ્યના નકલી પીએ બાદ હવે નકલી ડીવાયએસપી ઝડપાયો

નકલીની બોલબાલા: જૂનાગઢમાં ધારાસભ્યના નકલી પીએ બાદ હવે નકલી ડીવાયએસપી ઝડપાયો

રાજ્યમાં દિવસે-દિવસે નકલી અધિકારી પદાધિકારીઓ નકલી કચેરી અને નકલી ટોલનાકા સામે આવી રહ્યા છે રાજ્યમાં હાલ જાણે નકલીની બોલબાલા ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે તાજેતરમાં જુનાગઢમાં ધારાસભ્યના નકલી પીએ બનીને કારમાં રખડતા એક શખ્સને ઝડપી લીધો હતો તે આરોપીહજુ જેલની હવા ખાઈ રહ્યો છે ત્યાં વધુ એક નકલી અધિકારી મળી આવ્યો છે જુનાગઢના એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી પોલીસે નકલી આઈ કાર્ડ સાથે રોફ જમાવતા એક શખ્સને ઝડપી લીધો હતો. વિનીત બંસીલાલ દવે નામનો શખ્સ નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. આરોપી સામે પોલીસ માં નોકરી અપાવવાના અને રૂ 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી રહી છે હાલ પોલીસે વિનીત બંસીલાલ દવેની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસર કર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW