HomeGujaratમોરબીમાં પગાર મુદે યુવકને માર મારવાની ઘટનામાં વિભૂતિ પટેલ સહિત 3...

મોરબીમાં પગાર મુદે યુવકને માર મારવાની ઘટનામાં વિભૂતિ પટેલ સહિત 3 આરોપીઓ થયા હાજર

મોરબીના રવાપર ચોકડી પાસે રાણીબા ઇન્ડસ્ટ્રી એન્ડ એક્સપોર્ટ નામની પેઢીમાં કામ કરતા યુવકે 15 દિવસનો બાકી પગાર માંગતા યુવકને ઓફિસે બોલાવ્યા બાદ આરોપીઓએ કમર પટ્ટાથી માર મારવાની ઘટના બની હતી. જે બાદ યુવકે રાણીબા ઇન્ડસ્ટ્રી એન્ડ એક્સપોર્ટની સંચાલિકા વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા,તેના ભાઈ સહીત 5 આરોપી નામજોગ અંગે બાકીના અજાણ્યા શખ્સ સામે 323, ,506 (2),143,147,149તથા એટ્રોસીટી એકટ ની કલમ 3 (1)(R), તથા 3(1)(E) મુજબ ગુનો નોધાયો હતો બાદમાં લૂંટની કલમ પણ ઉમેરવામાં આવી હતી ગુન્હો નોધાયા બાદ આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ મૂકી હતી જે અરજી ના મંજુર થતા આજે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ,સહિતના 3 આરોપીઓ આજે પોલીસ સમક્ષ હાજર થઇ ગયા હતા. જ્યારે ચોથો આરોપી હજુ હાજર ન થયો હોય જે ગમે તે સમયે હાજર થાય તેવી શક્યતા છે.જોકે હજુ સુધી આરોપીની અટકાયત કરવામાં આવી ન હોવાનું આ પહેલા એક આરોપી મયુર ઉર્ફે દેવો દિલીપ કલોતરા(ડી ડી રબારી)ને પોલીસ ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW