HomeGujaratમોરબી જીલ્લામાં 2 મીમી થી 14 મીમી સુધી કમોસમી વરસાદ નોધાયો, અનેક...

મોરબી જીલ્લામાં 2 મીમી થી 14 મીમી સુધી કમોસમી વરસાદ નોધાયો, અનેક ગામમાં વીજળી ગુલ

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં આપેલી કમોસમી વરસાદની આગાહી જાણે સાચી પડી હોય તેમ મ,મોરબી જીલ્લામાં રવિવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વાંકાનેર શહેરમાં વહેલી સવારે ગાજ વીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો માત્ર 15થી 20 મીનીટના સમયમાં અનરાધાર કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો તો આવી જ સ્થિતિ મોરબીના સામા કાંઠા વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં જોવા મળી હતી અહી વહેલી સવારે વાદળ છાયું વાતાવરણ સાથે પ્રથમ હળવા છાંટા પડ્યા હતા જોકે 9 વાગ્યાની આસપાસ વાતાવરણ અત્યંત ખરાબ થઇ ગયું હતુંઅને તેજ પવન ફુકાવવાની સાથે અનરાધાર વરસાદ શરુ થયો વરસાદની સાથે સામા કાઠા વિસ્તાર તેમજ લખધીરપુર, ઘૂટું પીપળી રોડ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં મોટા પાયે કરા સાથે વરસાદ પડ્યો હતો કારખાના વિસ્તારમાં જે રીતે કરા પડ્યા તે જોતા જાણે મોરબીમાં કાશ્મીર ઉતરી આવ્યું હોય તેમ તેમ ઠેર ઠેર બરફની ચાદર છવાઈ ગઈ હતી ટંકારા પંથકમાં વરસાદ પડ્યો હતો તો કયાંક ક્યાંક કરા પડ્યા હતા

હળવદ પંથકમાં ગાજ વીજ સાથે વરસાદ શરુ થયો હતો તો સુંદર ગઢ ગામમાં પણ વીજળી ત્રાટકી હતી અને ત્યાં રહેલા 4 જેટલા બકરા મોતને ભેટ્યા હતા. મોરબી જીલ્લામાં બપોર સુધીમાં ૩ મીમી થી લઇ 14 મીમી વરસાદ નોધાયો હતો તાલુકા મુજબ જોઈએ તો ટંકારા ૩ મીમી, માળિયા 2 મીમી, મોરબીમાં 3 મિમી, વાંકાનેરમાં 11 મીમી જ્યારે હળવદમાં 14 મીમી વરસાદ નોધાવી હતી.

મોરબી જીલ્લામાં થયેલા ગાજવીજ વરસાદ પડવાની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો જેના કારણે અનેક સ્થળ પર વૃક્ષ તૂટી પડવાની ઘટના બની હતી જેના કારણે અનેક ગામડામાં વીજળી ગુલ થઇ ગઈ હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW