મોરબીના નાના દહીંસરા ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો ઘટના ની જાણ થતાં ૧૦૮ મારફતે ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પેહલા જ બે નાના બાળક સહિત પિતાએ દમ તોડયો હતો જ્યારે માતા અને નાની દીકરીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ વવાણીયા ગામે રહેતાં અને મૂળ મધ્યપ્રદેશના ભીન્ડ જિલ્લાના જવવાલિયા ગામના ધર્મેન્દ્રભાઈ વવાણીયા ગામે પાણીપુરી વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને આજે મોડી સાંજે તેના મામાના દીકરાનો જન્મદિવસ હોવાથી પીપળીયા ગામે પરિવાર સાથે જઈ રહ્યા હતા તે દરમ્યાન નાના દહીંસરા ગામ પાસે પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે હડફેટે લેતા તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં જેમાં પુત્ર શુભમ(ઉ.વ 2),પુત્રી પરી(ઉ.વ 5) અને પિતા ધર્મેન્દ્ર ભાઈ (ઉ.વ 28) સારવાર મળે તે પહેલા જ મોત નીપજતાં પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા જ્યારે માતા લક્ષ્મીબેન ઉ.વ 25 અને પુત્રી ખુશી ઉ.વ 3 ને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે બંને પુત્ર,પુત્રી અને પિતાને પીએમ અર્થે ખસેવામાં આવ્યાં હતા
ઉલ્લેખનીય છે કે એકજ પરિવારના પાંચ સભ્યમાં ત્રણ લોકોના મોત થતાં પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યુ હતું અને પરિવારના સભ્યો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તો બીજી તરફ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અક્સ્માત અંગે તપાસ હાથ ધરી હતી જોકે ટ્રક ચાલક અકસ્માત સર્જી ને ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો હાલ પોલીસે સીસીટીવી સહિત ચકાસણી હાથ ધરી હતી તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ ખાતે પરીવાર સહિતના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

