Tuesday, October 28, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં નવ નિયુક્ત જુનીયર ક્લાર્ક - તલાટી કમ મંત્રીને કામગીરી અંગે...

મોરબી જિલ્લામાં નવ નિયુક્ત જુનીયર ક્લાર્ક – તલાટી કમ મંત્રીને કામગીરી અંગે તાલીમ અપાઈ 

રાજ્ય સરકારના  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવેલા  ભરતીથી મોરબી જિલ્લામાં  લાંબા સમયથી ખાલી પડેલી તલાટી કમ મંત્રી અને ક્લાર્કની જગ્યામાં  નવનિયુક્ત તલાટી કમ મંત્રી તેમજ જુનિયર ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને નિષ્ણાંત અને અનુભવી અધિકારીઓ કર્મચારીઓ પાસેથી તેઓની કામગીરી વિશે પ્રાથમિક માહિતી મળી રહે તેવા ઉદ્દેશથી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા  (IAS)ના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) એન.ડી. કુગસીયા દ્વારા જિલ્લા પંચાયત-મોરબી ખાતે તા.૦૮/૧૧/૨૦૨૩ તથા તા.૦૯/૧૧/૨૦૨૩ના રોજ ૨(બે) દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમના પ્રથમ દિવસે તલાટી કમ મંત્રીના કાર્યો અને ફરજો, પંચાયત ઘારો, ૧૯૯૩ની ગ્રામ પંચાયત લેવલે ઉપયોગી કલમોની જાણકારી, નાણાકીય ઔચિત્યના નિયમો, સરકારની વિવિઘ યોજનાઓ જેવી કે, PMAY, મનરેગા, સ્વચ્છ ભારત, ૧૫મું નાણાપંચ, આયોજનના કામો, ગ્રામ પંચાયતના આવકના સ્ત્રોતો, ઇ-ગ્રામ, ગ્રામ સ્વરાજ પોર્ટલ તેમજ ત્રિ-સ્તરીય પંચાયતની રચના અને કાર્યો તેમજ ગ્રામ, તાલુકા, જિલ્લાની સમિતિની રચના અને કાર્યો વિશે જિલ્લા પંચાયતના  અઘિકારી તેમજ વિષય નિષ્ણાંત તાલુકા વિકાસ અઘિકારીઓ અને અનુભવી કર્મચારી અને તલાટી કમ મંત્રી દ્રારા આ તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ અન્વયે પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ઉત્સાહભેર કર્મચારીઓ હાજર રહ્યા હતા

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page