વાંકાનેર તાલુકાના નવા રાતીદેવરી ગામના એક યુવકને પેસેન્જર ભરવા બાબતે ને ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો.
વાંકાનેર ગઢની રાંગ હનુમાન શેરીમાં રહેતા પાર્થ કમલેશભાઈ ગોહેલ નામના 20 વર્ષના યુવાને રાતીદેવરી ગામના પાચો મુધવા, હિતેષ લામકા, ભુપત ફાંગલીયા તથા રતો ગમારા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી ફરિયાદ માં જણાવ્યા મુજબ પાર્થ ગોહેલને ગત તા.૧૯-૧૦-૨૦૨૩ ના રોજ સાંજના સવા સાતેક વાગ્યા વખતે પાચાએ તુ રતા ગમારાના પેસેન્જર કેમ તોડે છે. તેમ કહી ફરીને જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી યુવકે ગાળો આપવાની ના પાડતા આરોપી પાચાએ યુવકનો કાઠલો પકડી નીચે પાડી દઇ તેમજ આરોપી હિતેષ લામકાએ તેના હાથમા રહેલ લોખડના પાઇપ વતી ફરીયાદીને બન્ને પગના નળાના ભાગે માર મારી મુઢ ઇજા કરી તેમજ આરોપી ભુપતએ તેના હાથમા રહેલ લાકડીથી ફરીયાદી પાર્થના માથાના ભાગે માર મારી મૂઢ ઇજા કરી તેમજ આરોપી રતાએ આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકા પાટુનો મૂઢ માર મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પાર્થભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

