HomeGujaratમાળિયા નજીક અણીયારી ટોલનાકા પાસે 721 વિદેશી દારૂ ભરેલી બોટલ સાથે ડ્રાઈવર...

માળિયા નજીક અણીયારી ટોલનાકા પાસે 721 વિદેશી દારૂ ભરેલી બોટલ સાથે ડ્રાઈવર ઝડપાયો

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદથી ગાંધીધામ તરફ જતા એક ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય અને આ ટ્રક માળિયાના અણીયારી ટોલ નાકા પાસે થી પસાર થવાની હોય આં બાતમી આધારે એલસીબી પી એસ આઈ અને સ્ટાફ દ્વારા માળિયા મિયાણા તાલુકાના અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ જીજે 12બી ઝેડ 7831 નંબરનો ટ્રક આવતા તેને રોકાવી તેની તલાસી લેતા ટ્રકમા ચોર ખાનું બનાવી તેમાં અલગ અલગ બ્રાન્ડની રૂ 2,93,560ની કિમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે બાદ એલસીબી એ તુરત ટ્રક,દારૂ અને મોબાઈલ સહિત રૂ 12 ,98, 560 નો મુદામાલ જપ્ત કરી ડ્રાઇવર હનુમાન રામ ક્રિષ્ના રામ ઢાકાને ઝડપી લીધા હતા અને તેને માળિયા મિયાણા પોલીસ હવાલે કર્યો હતો આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW