મોરબી શહેરના સુપર માર્કેટ નજીક આવેલા પાલિકાના મેદાનમાં બપોરના સમયે નાના બાળકોના રમવાની ઇલેક્ટ્રિક રાઇડ્સની બેટરીમાંથી અચાનક કોઈ આગ લાગી ગઈ હતી આગે ગણતરીની મીનીટમાં આખી રાઈટ્સ ઝપટમાં આવી ગઈ હતી જીને પગલે થોડીવાર માટે આસપાસના લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો જે બાદ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગની ટીમ કોલ આવતા સાથે નીકળી ગઈ હતી સુધારા શેરીમાં જ્યાં ફાયર સ્ટેશન આવેલ છે તે સાંકડી ગલીમાં આડેધડ વાહન પાર્કિંગ થતા હોવાથી ફાયર બ્રાઉઝર ફસાયું હતું આ ઉપરાંત રોડ પર સર્જાયેલ ટ્રાફિકજામથી ફાયર વાહન સમયસર પહોચી શક્યું ન હતું અને જયારે બ્રાઉઝર પહોચ્યું ત્યાં સુધીમાં આખી રાઈડ ભસ્મી ભૂત થઇ ગઈ હતી બપોરનો સમય હોવાથી અહી બાળકો કે અન્ય કોઈ લોકોની અવર જવર ન હતી પરંતુ જો આ ઘટના સાંજના સમયે કે રાત્રે ઘટી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત કારણકે સાંજના સમયે અહી બાળકો અને વાલીઓની અવરજવર વધુ હોય છે જો સાંજના સમયે અવર જવર વધુ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત

