HomeGujaratમાળીયાના હરીપર ગામ નજીક પગ પાળા જતા 3 લોકોને ડમ્પરે ઠોકર મારી,...

માળીયાના હરીપર ગામ નજીક પગ પાળા જતા 3 લોકોને ડમ્પરે ઠોકર મારી, 1નું મોત

માળિયા કચ્છ નેશનલ હાઇવે પર આવેલા હરીપર ગામ ની આગળ આવેલ દેવ સોલ્ટ નામની ફેક્ટરી પાસે ગત તા.8 ના રાત્રે 3 લોકો ચાલીને જતા હતા તે દરમિયાન GJ-10 TX-4559 નંબર નો ટ્રક અચાનક ધસી આવ્યો હતો અને પગ પાળા જઈ રહેલા પ્રકાશભાઈ,ગોરધનભાઈ અને જેરામભાઈ ને ઠોકર મારી હતી બનાવને પગલે થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ હતી જેમાં પ્રકાશભાઈ સવજીભાઈ સારદીયા નામના 22 વર્ષના યુવક ના માથા પર ટ્રક નું વ્હીલ ફરી ગયું હતું જેમાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જયારે બીજા 2 લોકો ગોરધનભાઈ અને જેરામભાઈ ને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW