મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા અવાર નવાર અન્ડર ઇન્વોઇસ કે ઇન્વોઇસ વિના મોટા પાયે સિરામિક પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવતું હોય છે અને તેના કારણે સરકારને વર્ષે અબજો રૂપિયાની ટેક્સની રકમ મળતી નથી આવા કબુતરબિલીંગ પર અંકુશ લાવવા અનેક ઇન્ક્ન્મ ટેક્સ જીએસટી સહીતના કેન્દ્ર અને રાજ્યની એજ્ન્સી દરોડા પાડી આવી ટેક્સ ચોરી પકડવામાં આવતી હોય છે ત્યારે મોરબીમાં ફરી એકવાર ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સ (DGGI) એક ટીમે એક સિરામિક ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી ધરવામાં આવી હતી
મોરબીના સરતાનપર રોડ પર આવેલ મોરફીલ સિરામિક ફેકટરી પર ડીજીજીઆઈની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી અને ફેકટરીમાં સર્ચ દરમિયાન ડોકયુમેન્ટની ચકાસણી કરવામા આવતા પ્રાથમિક ડોકયુમેન્ટની ચકાસણીમાં જ રૂ.૨ કરોડ આસપાસની ઝડપાઈ ચુકી છે તો વધુ તપાસ ચાલી રહી હોવાથી આંક હજુ વધે તેવી શક્તાઓ જણાઈ રહી છે.ફેકટરી દ્વારા અત્યાર સુધીમાં જે કાંઈ વેચાણ કરેલ છે તેમાં કેટલું વેચાણ ભરવા પાત્ર ડ્યુટી વિના વેચાણ કરવામા આવ્યું છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી આં કાર્યવાહી ફેક્ટરી સાથે જોડાયેલ વિવિધ ટ્રેડર્સ, ટ્રાન્સપોર્ટ, મોટા ક્લાયન્ટ સુધી લંબાઈ તેવી શક્યતા વર્તાઈ રહી છે.

