HomeGujaratમોરબીની રંગપર પ્રા.શાળામાં તમાકુથી થતા નુકશાન અંગે જાગૃતિ લાવવા વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબીની રંગપર પ્રા.શાળામાં તમાકુથી થતા નુકશાન અંગે જાગૃતિ લાવવા વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી તાલુકાના રંગપર ગામ ખાતે પ્રાથમિક શાળામાં રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તા. 27/09/2023 ના દિવસે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવેના સુચન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના મેડીકલ ઓફિસર ડો. કે.પી.વિડજા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડ ની ટીમ દ્વારા
તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું સાથે-સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના મેડિકલ ઓફીસર દ્વારા તમાકુ નિયંત્રણ અંતર્ગત “જીવનને હા કહો તંમાકુ ને ના કહો” શપથ ની સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના વિસ્તારના લોકોમાં તમાંકુથી થતા રોગો જેવા કે ‘કેન્સર’ ‘સ્ટોર્ક’ ‘ COPD’ વગેરે જેવાં ગંભીર રોગો બાબતે જાગૃતતા ફેલાવવા માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિજેતા બાળકોને પ્રોત્સાહન સ્વરુપે ગિફટ આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક શાળા રંગપર ના આચાર્ય યાજ્ઞિકભાઈ રાઠોડ અને તમામ શિક્ષક ગણ અને ટીમ રંગપરના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW