માળિયા- અમદાવાદ હાઈવે પર અણીયારી ટોલ નાકાથી એક કિમી દુર આર્મી જવાનની કેન્ટીન માટે સમાન લઈને ટ્રક પસાર થઇ રહયો હતો. તે દરમિયાન રાપર ગામ પાસે અકસ્માતે ટ્રક બેકાબુ થઇ ગઈ હતી અને બ્રીજ પરથી નીચે પટકાયો હતો જેના કારણે તેમાં ભરેલો સામાન વેર વિખેર થઇ ગયો હતો. ઘટના બાદ આસપાસથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો દ્વારા તાત્કલિક ટ્રકમાં સવાર આર્મી જવાનોને બહાર કાઢ્યા હતા તેમજ કેન્ટીનનો સામાન બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં બે આર્મી જવાનોને ઈજા પહોચતા તેઓને તાત્કાલિક જેતપર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે ધ્રાંગધ્રા આર્મી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા બનાવમાં કોઈ જાન હાની થઇ ન હતી ઘટની જાણ થતા માળિયા મિયાણા પોલીસમથકના પીએસઆઈ અને તેમનો સ્ટાફ દોડી ગયો હતો.અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

