મોરબી હળવદ રોડ પર આવેલ નીચી માંડલ ગામ પાસે સાંજના સુમારે જીજે ૧૨ એ યું ૮૪૨૭ નંબરના ટ્રક ચાલકે બાઈક પંચર કરવા જઈ રહેલ ટ્રીપલ સવાર બાઈકને ઠોકર મારી હતી ઘટના એટલી હદે કે ૧૯ વર્ષીય યુવક સુનિલ લાખાભાઇ પરસડીયા ત૧૪ વર્ષીય નયન રાજેશભાઈ લાંબરિયા તેમજ કરન ભરતભાઇ લાંબરીયાને જીવલેણ ઈજા પહોંચી હતી.ઘટનાની જાણ થતાં ૧૦૮ની ટીમ દોડી ગઈ હતી અને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવમાં સુનિલ લાખાભાઇ પરસડીયા ત૧૪ વર્ષીય નયન રાજેશભાઈ લાંબરિયાના મોત થયાં હતાં.જ્યારે કરન ભરતભાઈને પણ ગંભીર ઈજા પહોંચી હતી.ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.જેના કારણે રસ્તા પર ટ્રાફીક જામ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમે દોડી ગઈ હતી અને ટ્રાફિક જામ ક્લીયર કરવી તપાસ હાથ ધરી હતી.

