HomeGujaratવાંકાનેરમાં સરકારી જમીનમાં દબાણ મુદે ફરિયાદ કરનાર પેટ્રોલપંપના ધંધાર્થી પર ત્રણ શખ્સે...

વાંકાનેરમાં સરકારી જમીનમાં દબાણ મુદે ફરિયાદ કરનાર પેટ્રોલપંપના ધંધાર્થી પર ત્રણ શખ્સે કર્યો જીવલેણ હુમલો

વાકાનેરના વઘાસીયા ટોલ નાકા પાસે પેટ્રોલ પંપ ધરાવતા રાજકોટના વતની અમીતભાઇ જંયતીલાલ માંકડીયાના પેટ્રોલ પંપ પાસે સર્વીસ રોડથી આગળ સરકારી ખરાબાની જમીનમા આ કામના આરોપી મનદીપસિંહ ઝાલાએ હોટલ તથા વે-
બ્રીજ તથા રેતીના ઢગલા કરી જમીનનુ દબાણ કરેલ હોય જે બાબતે અગાઉ અમિતભાઈએ મોરબી કલેક્ટર ઓફીસ
તથા મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે લેખિત ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી ગત શુક્રવારે રાત્રે આરોપી મનદીપ સિહ ઝાલા અને અજાણ્યા શખ્સો સફેદ કલરની વેગન-આર કારમા આવી નીચે તેમની કારને ઘેરી લીધી હતી અને લાકડીથી અમિતભાઈની GJ-36-L-5343 નંબરની ટોયોટા ગ્વાલાન્ઝ કારનો આગળનો કાચ તોડી નાખી નુકશાની કરી તેમજ ફરીયાદીને બહાર કાઢી લાકડી વતી બન્ને હાથે ફેકચર જેવી ઇજા કરી તેમજ આરોપીઓએ એક અજા્ણયા માણસે ફરીને પાછળથી બથ ભરી પકડી રાખી અને આરોપીનં ૧ નાએ જમણા પગે નળાના ભાગે કુડળીવાળી લાકડી વતી ફેકચર જેવી ગંભીર ઇજા કરી તેમજ આરોપી નં ૩ (ત્રણ) બીજા અજાણ્યા માણસે લાકડી વતી ફરીને માર મારી ડાબા પગે નળાના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજા કરી ત્રણેય આરોપીઓએ ફરીને ભડાકે દઇ જાનથી મારીનાખવાની ધમકી આપી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો મુઢમાર મારી ગુન્હામા એકબીજાને મદદગારી કરી હતી બનાવ માં અમિતભાઈને ગંભીર ઈજા પહોચી હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બે દિવસ સુધી ભાનમાં રહ્યા બાદ તેઓએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW