HomeGujaratવાંકીયામાં PGVCLના કારણે પાક મૂરઝાયો,રામધુન બોલાવી ખેડુતોએ વિરોધ કર્યો

વાંકીયામાં PGVCLના કારણે પાક મૂરઝાયો,રામધુન બોલાવી ખેડુતોએ વિરોધ કર્યો

હળવદમા વીજળીના ધાંધીયાથી કંટાળીને ચરાડવા પીજીવીસીએલ કચેરીમાં રામધૂન બોલાવી વાંકીયા ગામના ખેડુતોએ તંત્રને જગાડ્યુ હતું જેમાં ખેડુતોએ જણાવ્યું હતું કે કૃષ્ણનગર ફીડરમા છેલ્લા બે વર્ષથી વીજળીના ધાંધીયા છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર રીપેરીંગ કરતું નથી જેથી કરીને આશરે ત્રણ હજાર વીઘાથી વધુ જમીનમાં પાક મુરઝાઈ રહ્યો છે.

હળવદના વિવિધ વિસ્તારોમાં લાઈટો આવી તેને ત્રણ દાયકાઓથી વધુ સમય વિતી ગયો છે અને છેલ્લા વર્ષોથી વીજળીની જરૂરિયાત મુજબ રીપેરીંગ કરવામાં આવતું નથી જેને કારણે છાશવારે વીજળીનો પ્રશ્ન ઊભો થાય છે અને રીપેરીંગ કરવામાં પણ ઠાગાઠૈયા કરવામાં આવે છે.

વાંકીયા ગામની સીમમાંથી પસાર થતું કૃષ્ણ નગર ફીડરમા છેલ્લા બે વર્ષોથી વીજળીના ધાંધીયા છે અને જેને પગલે અવારનવાર ખેડૂતોએ પીજીવીસીએલ તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ નિંભર તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ નિવડતા આજે ફરી એકવાર રજૂઆત કરવા ચરાડવા પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતો ઉમટી પડયા હતા.

ચરાડવા પીજીવીસીએલ તંત્ર ખેડૂતોને સાંભળતું નહિ હોવાથી તે જે વાકીયા, સમલી અને ચરાડવા ગામના આશરે 30થી વધુ ખેડૂત કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવીને સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.વાકીયા, સમલી અને ચરાડવા ગામના ખેડૂતોને કૃષ્ણ નગર ફીડરમાથી વીજળી આપવામાં આવે છે પરંતુ અનિયમિતતા ના પગલે ખેડૂતોની આશરે ત્રણ હજાર વીઘા જમીનમા પાક મુરઝાઈ રહ્યો છે.

ચરાડવા પીજીવીસીએલ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર એ.પી.પનારાએ જણાવ્યું હતું કે સર્વે કરીને વહેલી તકે ખેડૂતોને વીજળી આપવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW