મોરબી જીલ્લાની કલેકટર કચેરી ની અલગ અલગ શાખા જેમાં મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પુરવઠા વિભાગ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી સહિતના વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા ડે મામલતદારની બદલી કરવા મહેસુલ વિભાગમાંથી સુચના આપવામાં આવી હતી. જોકે મોરબી જીલ્લા કલેકટર દ્વારા એક ચોક્કસ આગેવાનના ઈશારે તેની મન મરજી મુજબ બદલીના ઓર્ડર કરાવતા વિરોધનો સુર ઉઠ્યો હતો અને આ અંગેની ફરિયાદ છેક ગાંધીનગર સુધી થઇ હતી અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા દ્વારા બદલી ઓર્ડર પર રોક લગાવી દીધી હતી અને સુધારા સાથે નવો ઓર્ડર કરવા સુચનાં આપી હતી અને તેના કારણે આ બદલી ઘોચમાં પડી ગઈ હતી અંતે જીલ્લા કલેકટર દ્વારા લાંબા સમયથી પેન્ડીગ પડેલા ઓર્ડર પર સહી કરી છે અને જીલ્લાના ૧૯ નાયબ મામલતદારની બદલીના ઓર્ડર કરવામાં આવ્યો છે
| હોદો | હાલની ફરજ | નવા સ્થળે નિમણુક |
| એચ.એમ. કુંડારિયા | શિરસ્તેદાર પ્રાંત કચેરી હળવદ | ના. મામલતદાર (મહેસુલ ૨) કલેકટર કચેરી મોરબી |
| પી.એમ. નાયકપરા | ના.મામલતદાર મતદાર યાદી પ્રાંત કચેરી મોરબી | શીરસ્તેદાર પ્રાંત અધિકારી હળવદ |
| જે વી ખાખરીયા | ના. મામલતદાર (મતદારયાદી) મામલતદાર કચેરી મોરબી | નાયબ મામલતદાર (મ.ભો.યો વહીવટ ) મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય |
| ઓ એન જાડેજા | ના. મામલતદાર (મહેસુલ ૨) કલેકટર કચેરી મોરબી | ના. મામલતદાર (અપીલ ) કલેકટર કચેરી મોરબી |
| જે. પી પાલીયા | ના. મામલતદાર (અપીલ ) કલેકટર કચેરી મોરબી | ના. મામલતદાર મેજીસ્ટ્રેટ કલેકટર કચેરી મોરબી |
| પી. એન અજાણી | ના. મામલતદાર (ઈ- ધરા) મામલતદાર કચેરી ટંકારા | ના. મામલતદાર (atvt ) મામલતદાર કચેરી ટંકારા |
| આર. જી રતન | ના.મામલતદાર (મેજી) કલેકટર કચેરી મોરબી | ના.મામલતદાર ( મતદાર યાદી ) જિલ્લા ચુટણી અધિકારી કચેરી મોરબી |
| કે ડી બુસા | સર્કલ ઓફિસર મામલતદાર કચેરી ટંકારા | ના.મામલતદાર (પુરવઠા ) મામલતદાર કચેરી મોરબી શહેર |
| જે સી પટેલ | ના. મામલતદાર (મતદાર યાદી ) મામલતદાર કચેરી માળિયા | ના મામલતદાર (ઈ ધરા ) મામલતદાર કચેરી ટંકારા |
| વાય. પી ગોસ્વામી | સર્કલ ઓફિસર (૨) મામલતદાર વાંકાનેર | ના. મામલતદાર (atvt ) મામલતદાર વાંકાનેર |
| એસ. એ. ડોડીયા | ના.મામલતદાર (એડીએમ) મામલતદાર કચેરી હળવદ | ના.મામલતદાર (મ.ભો.યો વહીવટ ) મામલતદાર કચેરી માળિયા |
| એચ એમ પરમાર | સર્કલ ઓફિસર ૧ મામલતદાર કચેરી વાંકાનેર | સર્કલ ઓફિસર ૨ મામલતદાર કચેરી વાંકાનેર |
| આર એલ ઝાલા | મુખ્ય પુરવઠા નિરીક્ષક જીલ્લા પુરવઠા અધિકારી કચેરી મોરબી | સર્કલ ઓફિસર ૧ મામલતદાર કચેરી વાંકાનેર |
| જી એસ જાડેજા | ના. મામલતદાર પુરવઠા મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય | ના. મામલતદાર(સહાય ) પ્રાંત કચેરી મોરબી |
| વી. આર ઝાલરિયા | ના.મામલતદાર (સ્થા.સ્વ.ચુંટણી)કલેકટર કચેરી મોરબી | સર્કલ ઓફિસર મામલતદાર કચેરી ટંકારા |
| એ એમ પાવરા | ના.મામલતદાર મહેસુલ મામલતદાર કચેરી મોરબી શહેર | સર્કલ ઓફિસર મામલતદાર કચેરી મોરબી શહેર |
| સી આર પરમાર | ના.મામલતદાર (ATVT) પ્રાંત કચેરી વાંકાનેર | ના.મામલતદાર (ADM) મામલતદાર કચેરી વાંકાનેર |
| એમ પી કુંવરિયા | ના.મામલતદાર ઈ ધરા 1 મામલતદાર કચેરી વાંકાનેર | ના.મામલતદાર કચેરી (રેકર્ડ કીપર ) મામલતદાર કચેરી વાંકાનેર |
| ડી એચ સોનગરા | ના.મામલતદાર (ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર) મામલતદાર કચેરી હળવદ | ના.મામલતદાર (મહેસુલ) મામલતદાર કચેરી હળવદ |

