HomeGujaratહળવદમાં ચાલકને માર મારી ૫ શખ્સે ઘઉ ભરેલ ટ્રક લુટી લીધો,અકસ્માત થતા...

હળવદમાં ચાલકને માર મારી ૫ શખ્સે ઘઉ ભરેલ ટ્રક લુટી લીધો,અકસ્માત થતા લુટારુ હોસ્પિટલમાં પહોચી ગયા

માળિયા હળવદ હાઇવે પર હળવદ શહેરના મોરબી ચોકડી પાસેના પાટીદાર પેટ્રોલપંપ બાજુમાં મધરાત્રે પાંચ લુંટારૂ ત્રાટક્યા હતા અને ટ્રક ચાલકને માર મારી ધઉ ભરેલુ આખે આખું કન્ટેનર લૂંટીને લઇ ગયા હતા. જોકે આ લુટારુની કારી ફાવી ન હતી અને ટ્રક થોડે દુર પહોચે તે પહેલા કન્ટેનરના ટાયર ફાટ્યું હતું અને કન્ટેનર બેકાબુ પલ્ટી મારી ગયું હતું.અને ઘટનામાં બે લુટારુને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ પોલીસે બન્ને ઝડપી પૂછપરછ કરતા બીજા એક શખસ નું પણ નામ આવતા પોલીસે ત્રણ શખ્સ નેઝડપી લીધા હતા. લૂંટારુંઓના લૂંટના બદ ઈરાદા ઉપર કુદરતે પાણી ફેરવી દીધું હતું અને મનસૂબો કામિયાબ થવા દીધો ન હતો.

હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી નજીક આવેલ પાટીદાર પેટ્રોલપંપ પાસે ગત રાત્રીના બે અઢી વાગ્યાની આસપાસ હળવદના સુખપર ગામેથી ઘઉં ભરેલું કન્ટેનર લઈને વાંકાનેર ખાલી કરવા જઈ રહેલા કન્ટેનરના ચાલકને બે કારમાં ઘસી આવેલા પાંચ શખ્સોએ આંતર્યો હતો. આથી ડ્રાઈવરે કન્ટેનર ઉભું રાખ્યા બાદ પાંચ શખ્સોએ તેને નાર મારીને પાંચમાંથી બે શખ્સો કન્ટેનર માથે ચડીને કન્ટેનર લઈને ફરાર થઇ ગયા હતા. પણ ટ્રક ચાલકનું નસીબ જોર કરતું હોય તેમ લૂંટારુંઓ ટ્રક લઈને ફરાર થવામાં સફળ થઇ શક્યા ન હતા. ઘઉં ભરેલ ટ્રક અધવચ્ચે બે ટાયરમાં ભડાકા થતા કન્ટેનર પલ્ટી મારી ગયું હતું.આથી બે શખ્સો તુરત જ કાર લઈને ભાગી છૂટ્યા હતા. પણ બીજી કારમાં રહેલા અને કન્ટેનરમાં રહેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જો કે આ ત્રણમાંથી બે આરોપીઓને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે એકને પોલીસ સ્ટેશન ખાતે રાખીને અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW