મોરબી જીલ્લામાં મેઘરાજાએ બે દિવસનો વિરામ લીધા બાદ આજે વહેલી સવારથી ફરી એકવાર મેઘ સવારી આવી પહોચી હતી અને મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો સવારે 6થી ૮ દરમિયાન ૪ મીમી વરસાદ વરસ્યા બાદ વરસાદની ઝડપ વધી હતી અને ૮ થી ૧૦ દરમિયાન મોરબી શહેરમાં વધુ ૧૦મીમી પાણી વરસી જતા શહેરમાં સવારે ૬ થી ૧૦ સુધીમાં કુલ વરસાદ ૧૪ મીમી સુધી પહોચી ગયો હતો તો ૧૦થી ૧૨ દરમિયાન વરસાદે થોડો વિરામ લેતા માત્ર 2 મીમી વરસાદ નોધાયો હતો
છેલ્લા બે દિવસથી મેઘરાજાએ લીધેલા વિરામથી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસરવા લાગ્યા હતા પરંતુ આજે સવારથી ફરી મેઘમહેર થવાથી મોરબીના મુખ્ય માર્ગોથી ચોક વિસ્તાર અને નીચાણ વાળા વિસ્તારમાંફરી પાણી ભરાવવા લાગ્યા હતા જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

