મોરબીજિલ્લામાં તેમાં પણ ખાસ મોરબી શહેરઅને તાલુકા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની સતત ફરિયાદ મળી રહી છે. આવી ફરિયાદ વચ્ચે તાજેતરમાં દુકાનદારને બુટના રૂપીયાની લેતી દેતી મારામારીની ઘટના બની હતી તો સ્કાય મોલ પાસે મારામારી, ઘટના બની હતી હજુ આ ઓછું હોય તેમ રવાપર ચોકડી જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં કેટલાક શખ્સે ગેંગ બનાવી એક યુવકને ઢોર મારમારી હોસ્પિટલની પથારીએ પહોચાડી દીધો હતો મોરબીમાં વધી રહેલી મારમારી અને લુખ્ખાગીરીની વધતી ઘટના બાદ આજે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર અને એસપીને આવેદન પત્ર પાઠવ્યું હતું અને મોરબી જીલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી


