મોરબી જીલ્લામાં જૂન મહિનામાં બીપર જોય વાવાઝોડાની અસર ને પગલે જિલ્લામાં ચોમાસા પૂર્વે ત્રણથી સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો સાથે સાથે જયારે ચોમાસાની જે શરુઆત થઇ તે પણ ધમાકેદાર થઇ હતી. જૂન મહિના અંતિમ સપ્તાહ માં શરુ થયેલા ચોમાસાના પ્રથમ ઇનીંગ ધમાકેદાર રહી હતીઅને જિલ્લામાં સાર્વત્રિક દોઢ ઇંચ થી લઇ 4 ઇંચ વરસાદ નોધાયો હતો તો ગત શનિવાર અને રવીવારે પણ જિલ્લામ મેઘરાજાની બીજી ઈનીંગ પણ ખેડૂતો અને જિલ્લાવાસીઓને હરખાવે તેવી રહી છે મોરબી તાલુકામાં આજ દિન સુધીમાં 427 મી.મી વરસાદ વરસી ગયો છે જેની સામે સરેરાશ વરસાદ 648 મીમી છે એટલે કે લગભગ 65 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે તો આ જ પ્રકારે વાંકાનેર તાલુકાના સરેરાશ વરસાદ 579 મીમી છે જેની સામે આજ દિન સુધીમાં 276 મીમી વરસાદ સતાવાર રીતે ચોપડે નોધાઇ ચુક્યો છે ટકાવારીની દ્રષ્ટીએ આ આંક 51 ટકા જેટલો થાય છે હળવદ તાલુકાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 231 મીમી વરસાદ વરસી ગયો છે તોહળવદ તાલુકાની સરેરાશ લગભગ 484 મીમી આસપાસ છે ટકાવારીની દ્રષ્ટીએ 48 ટકા જેટલી છે માળિયા મિયાણા તાલુકો કે જ્યાં દર વર્ષે સૌથી ઓછો વરસાદ પડે છે અને આ તાલુકાની સરેરાશ પણ 496 મીમી છે ચાલુ વર્ષે ૧૭૬ મીમી વરસાદ પડી ગયો છે ટકાવારીની દ્રષ્ટીએ આ તાલુકાના વરસાદની ટકાવારી 35 ટકા છે તો દર વર્ષે સૌથી વધુ વરસાદ પડવાનો રેકોર્ડ છે એવા ટંકારા તાલુકા જેની સરેરાશ 641 મીમી છે ત્યાં પણ 353 મીમી વરસાદ આજ સુધીમાં વરસી ચુક્યો છે અને તેની ટકાવારી પણ લગભગ 55 ટકા આસપાસ છે.મોરબી જીલ્લાની ઓલ અવર ટકાવારી જોઈએ તો 50 ટકા આસપાસ થાય છે.
મોરબી જીલ્લામાં 2018 .2020ના વર્ષમાં અગાઉ છેલ્લા 10 વર્ષમાં ન પડ્યા હોય તેવા રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યા હતા જેના કારણે જીલ્લાની વરસાદની સરેરાશમાં વધારો નોધાયો છે આકડા મુજબ જોઈએ તો મોરબી જિલ્લાની 2014 માં વરસાદની કુલ સરેરાશ ૪૩૧ મીમી હતી તે 2015 માં વધીને ૫૩૭ મીમી થઇ ગઈ હતી 2016 માં જિલ્લામાં સરેરાશ 367 મીમી,નોધાયો હતો તો 2017માં ફરી રેકોર્ડ બ્રેક 951 મીમી સેરરાશ નોધાઈ હતી . તો 20 18 માં ફરી એકવાર વરસાદને બ્રેક લાગી હતી અને જીલ્લામાં માત્ર 228 મીમી સરેરાશ વરસાદ પડ્યો હતો અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી 2019માં જીલ્લામાં સરેરાશ 972 મીમી વરસાદ નોધાયો હતો. 2020માં સૌથી સરેરાશ 1085 મીમી, વરસાદ પડ્યા હતા. 2021માં 535 મીમી સરરાશ વરસાદ નોધ્યો હતો

