HomeGujaratખેવારિયા ગામ નજીક વોકળામાં તણાયા યુવક ની ડેડ બોડી 30 કલાક બાદ...

ખેવારિયા ગામ નજીક વોકળામાં તણાયા યુવક ની ડેડ બોડી 30 કલાક બાદ મળી

મોરબી જીલ્લામાં ગત શનિવારે રાત્રે અને રવિવારે થયેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જળાશય છલકાઈ ગયા હતા જેના કારણે નદી નાળા અને વોકળા બે કાઠે વ્હેવાં લાગ્યા હતા આવી જગ્યામાં લોકોને વાહન ન કાઢવા અપીલ કરવામાં આવી હોવા છતાં એક દંપતીએ સાહસ કરી તેનું બાઈક ખેવારીયા પાસેના વોકળામાં પસાર કર્યું હતું જોકે બાઈક અદ્ધ વચ્ચે પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું. જેના કારણે પતિ પત્ની વ્હેણમાં તણાઈ ગયા હતા સ્થાનિકો દ્વારા મહિલાને તો બચાવી લેવાઈ હતી પરંતુ પતિ બે દિવસ સુધી લાપતા હોવાથી ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી 30 કલાક બાદ તેની લાશ મળી હતી અને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીનાં ખેવારીયા ગામ પાસે રવિવારના સાંજે 3 વાગ્યાની આસપાસ મોરબી કાલિકા પ્લોટ માં રહેતા રફીકભાઈ શેખ પોતાના પત્ની સાથે દેરાળા ગામે બેન ના ઘરે જતા હતા તે દરમિયાન ખેવારીયા ગામ પાસે વોકળામાં તણાયા હતા જોકે તાત્કાલિક ગામ લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સ્થાનિકો દ્વારા મહિલા નાસીરબેન તાત્કાલિક બચાવી લેવાયા હતા જ્યારે રફિકભાઈ ને ભારે પાણીનો પ્રવાહ હોવાના કારણે બચાવી શક્યા ના હતા અને તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરી હતી 30 કલાકથી પણ વધુ સમય બાદ રફિકભાઇ ની ડેડબોડી મળી હતી અને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે ઘટના ની જાણ થતાં મોડી રાત્રે મુસ્લિમ સમાજના લોકો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW