HomeGujaratવાવડી ચોકડી પાસે ટ્રાફિક પોલીસના અંભાવે જામના દ્રશ્યો કાયમી બન્યા 

વાવડી ચોકડી પાસે ટ્રાફિક પોલીસના અંભાવે જામના દ્રશ્યો કાયમી બન્યા 

મોરબી શહેરમાં ટ્રાફીક જામનો પ્રશ્ન કાયમી બની ગયો છે મોરબી પોલીસ અને પાલિકા સમસ્યા ઉકેલવા સતત સક્રિય હોવાના દાવા તો કરે છે પરંતુ આ કામગીરી માં જાણે ઘણું બધું ખુંટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે મોરબી શહેરના મુખ્ય માર્ગો હોય કે બાયપાસ વિસ્તારને જોડતા રોડ તમામ જગ્યાએ વાહનોના થપ્પા લાગવાનો પ્રશ્ન કાયમી રહે છે. મોરબી શહેરની વાત કરી તો શકિત ચોક થી નહેરુ ગેટ ચોક અને ત્યાંથી રવાપર ચોકડી સુધી નો માર્ગ, ઉમિયા સર્કલ થી ગાંધી ચોક સુધીના માર્ગ,સિવિલ હોસ્પીટલ થી વીસી ફાટક સુધી નટરાજ ફાટકથી વીસી ફાટક સુધી, જૂના હાઉસિંગ બોર્ડ થી શકિત ચોક મોરબી શહેરના તમામ માર્ગો પર સવારે બપોરે અને સાંજે જ્યારે પણ નીકળો તમને ટ્રાફીક જામનો અનુભવ ન થાય તેવો એક દિવસ જોવા મળતો નથી ઉલટું રજાના દિવસોમાં તો વધુ ટ્રાફિક જામ સર્જાઈ છે. 

આ તો વાત શહેરના અંદર થી પસાર થતા રસ્તાની  છે પરંતું આ સમસ્યા આટલે થી અટકી નથી હવે તો બાયપાસ રોડ પણ આવી સ્થિતિનો અનુભવ કરાવે છે જેનું ઉદાહરણ દરરોજ રાજકોટ કંડલા હાઇવે પર વાવડી ચોકડી ,પંચાસર ચોકડી, રાજપર ચોકડી, જૂના આરટીઓ થી નેશનલ હાઇવે સુધીનો માર્ગ, રવાપર કેનાલ રોડ થી લીલા પર અને ત્યાંથી રફાળેશ્વર સુધીના માર્ગ પર ટ્રાફીક જામ ના દ્ર્શ્ય  કાયમી બની ગયા છે .

દરેક વખતે તંત્ર પણ જવાબદાર હોય તેવું નથી કેટલીક વાર તો વાહન ચાલકો ની બિન જરૂરી ઉતાવળ પણ બીજા વાહન ચાલકોને માટે મુસીબત રૂપ બની જાય છે જે સોમવારે વાવડી ચોકડી પાસે જોવા મળ્યું હતું અહી નવા બનેલા ફોર લેન રોડની બન્ને સાઈડ એક તરફ ના j વાહનોનો થપ્પો લાગી ગયો હતો જેના કારણે સામેથી આવતા વાહનો ફસાયા  જે બાદ આ જામ એટલી હદે વકર્યો કે વાહન ચાલકોને ત્યાંથી બહાર નીકળવામાં જ અડધા કલાક થી લઇ એક કલાક સુધી ઉભા રહેવાની સ્થિતિ સર્જાઇ હતી.

આ ચોકડી પાસે દરરોજ દિવસ અને રાત  આ પ્રકારે ટ્રાફીક જામ સર્જાતાં રહે છે પરંતુ અહી ટ્રાફિક પોલીસ જે ટ્રાફીક બ્રિગેડ હાજર ન હોવાથી સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ લઇ લે છે ત્યારે આ જગ્યા પર એક કાયમી ટ્રાફિક પોલીસ પોઇન્ટ ઊભો કરવામાં આવે તેવી માગણી ઉઠી છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW