વાંકાનેર તાલુકાના નવા ભોજપરા મોટામાં રહેતા હુસેનભાઈ ઉસ્માનભાઈ કડીવારની 20 વર્ષીય પુત્રી જસ્મીનબેનને મકનસર ગામમાં રહેતા પ્રકાશ ગંગારામ મકવાણા નામના યુવક સાથે પ્રેમ થઇ જતા તેની સાથે ભાગી ગઈ હતી બાદમાં પોલીસ મથકમાં હાજર થઇ તેઓએ લગ્ન કરી લીધા હોવાનું પોલીસ મથકમાં નીવેદન આપ્યું હતું અને તે અંગેના લગ્ન પ્રમાણપત્ર અને અન્ય ડોક્યુમેન્ટ રજુ કર્યા હતા જોકે દીકરી દ્વારા રજુ કરવામાં આવેલ દીકરી તેના પતિ સાથે જવા માગતી હોવાનું જણાવતા જે તે સમયે તેના પતિ સાથે મોકલવામાં આવી હતી આ ઉપરાંત તેઓએ આર ટી આઈ અંતર્ગત દીકરી દ્વારા લગ્ન અંગે રજુ કરેલ પ્રમાણ પત્ર અને નઅન્ય દસ્તાવેજ મેળવ્યા હતા જેમાં તોઓએ સુરત જીલ્લામાં લગ્ન કર્યા હોય અને લગ્ન પ્રમાણ પત્ર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ ભડકોદ્રા ગામના હોવાનું સામે આવતા લગ્ન પ્રમાણ પત્ર શંકા સ્પદ જણાતા તેઓએ ભડકોદ્રા ગામમાં તપાસ કરી હતી ગામના તલાટી મંત્રી દ્વારા આ પ્રમાણ પત્ર તેઓએ રજુ ન કર્યું હોય અને તેમાં જે સહી સિક્કા છે તે પણ નકલી હોવાનું જણાવતા લગ્ન પ્રમાણ પત્ર પણ ખોટુ હોવાનું સામે આવ્યું હતું જે બાદ હુસેનભાઈએ આ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં તેમની પુત્રી જસ્મીન બેન અને જસ્મીનના પતિ પ્રકાશ ગંગારામભાઈ મકવાણા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે બન્ને વિરદ્ધ આઈપીસી કલમ ૪૬૬ અને ૧૪૪ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

