HomeGujaratમોરબીના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની ડીસ્ટ્રીકટ જજે મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી

મોરબીના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની ડીસ્ટ્રીકટ જજે મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી

મોરબીમાં જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અધ્યક્ષ પી.સી. જોષી અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી.એસ. ગઢવીએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલયની મુલાકાત લીધી હતી.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ પી.સી. જોષીએ જિલ્લામા જુવેનાઈલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ ૨૦૧૫  અંતર્ગત નોંધાયેલ કેસો નિર્દિષ્ટ સમય મર્યાદામાં કેસોનો યોગ્ય અને ઝડપી અને નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષએ પ્રોટેક્શન હોમ (વિકાસ વિદ્યાલય)ના સ્ટાફને ગૃહમાં રખાયેલા દીકરીઓની ખાસ સાર-સંભાળ રાખવા સૂચના આપી હતી અને દીકરીઓ ને તેમના ઘર જેવું યોગ્ય શિક્ષણ, સલામતી, ખોરાક તેમજ સારું વાતાવરણ પૂરું પાડવા પણ નિર્દેશ આપ્યો હતો.

આ મુલાકાત દરમિયાંન બાળકોને શિક્ષણનું મહત્વ, જીવનમાં રમત-ગમતનું મહત્વ તેમજ કાયદાકીય માર્ગદર્શન આપેલ હતું. બાળકોને મળતી તમામ સુવિધાનુ નિરિક્ષણ પણ કરેલ અને બાળકો વધુ ને વધુ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી આગળ વધે તેમ શુભેચ્છાઓ પાઠવેલ હતી.

વિકાસ વિદ્યાલયની મુલાકાતમાં જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અધ્યક્ષ પી.સી. જોષી સાથે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ મોરબીના સેક્રેટરી બી.એસ ગઢવી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ શેરશિયા, સંસ્થાકીય અધિકારી રિતેશભાઈ ગુપ્તા, અધિક્ષક નિરાલીબેન જાવીયા, પ્રતિનિધિ દમયંતીબેન નિમાવત તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW