HomeGujaratબે મહિનાનો બાકી પગાર માગતા કારખાનાના માલિકે મજુરની આંગળી મરડી ગાળો ભાંડી

બે મહિનાનો બાકી પગાર માગતા કારખાનાના માલિકે મજુરની આંગળી મરડી ગાળો ભાંડી

મોરબીના અમરેલી રોડ પર આવેલ સૌરાષ્ટ્ર ટાઈલ્સ નામની નળિયાની ફેકટરીમાં કામ કરતા જેસીંગભાઇ ખીમાભાઇ મકવાણા નામના આધેડનો પગાર બે મહિનાથી બાકી હોય કારખાનાના માલિક શામજીભાઈ ખોડાભાઈ પટેલે અગાઉ કારખાના મંદી હોવાનું કહી પગાર ચૂકવેલ ન હતો જેથી જેસિંગભાઈએ પગારની જરૂર હોવાથી વહેલી તકે આપવા માંગણી કરી હતી જોકે શામજીભાઈએ પગારની ઉતાવળ હોય તો કામ છોડી ઓરડી ખાલી કરી દો તેમ જણાવી જેસિંગભાઈને ગાળો આપી હતી અને ડાબા હાથની આંગળી મરડી ઈજા પહોચાડી હતી તેમજ જેસંગભાઈને અપમાનિત કરી કાઢી મુક્યા હતા બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે એસસી એસટી સેલના ડીવાયએસપી વધુ તપાસ કરી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW