અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન બીપરજોય અંતે કચ્છના જ્ખ્ખોના દરિયા કાઠે ટકરાઈ ગયું છે આગામી 5 થી 6 કલાક સુધી લેન્ડ ફોલ પ્રકિયા ચાલશે આ લેન્ડ ફોલ પ્રકિયાની અસર મોરબી જિલ્લાના અલગ અગલ વિસ્તારમાં જોવા મળ્યું હતું.મોરબીમાં દિવસ દરમિયાન તેજ પવન ફૂકાયા હતા તો છુટા છવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા રૂપે પણ વ્રસ્સ્યા હતા આ દિવસ દરમિયાન પવન ફૂકાવાના કારણે અલગ અલગ સ્થળે ખાના ખરાબી સર્જાઈ છે ખાસ કરીને મોટા ભાગના વીસ્તારમ વૃક્ષ તૂટી પડવાની ઘટના બની હતી

મોરબીમાં ખાના ખરાબીની ઘટના સર્જાઈ હતી જેમાં મોરબી શહેરના શનાળા રોડ ,વીસી પરા વિસ્તાર એલ ઇ કોલેજ રોડ તેમજ રફાળેશ્વર રોડ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળે વૃક્ષ તૂટી પડવાની ઘટના બની હતી તો વીસી ફાટક પાસે એક વીજ પોલ તૂટી પડ્યો હતો તો પીપળીયા નજીક એક સાથે પાચ વીજ પોલ નમી ગયા હતા પીજીવીસીએલની ટીમે તાત્કાલિક રીપેરીંગ શરૂ કર્યું હતું.

આ ઉપરાંત માળિયા કચ્છ હાઈવે પર આવેલ એક હોટેલનું હોર્ડિંગ પણ તૂટી પડ્યું હતું બનાવ સમયે કોઈ હાજર ન હોવાથી જાન હાની સર્જાઈ ન હતી

