HomeGujaratમાથાભારે પત્નીએ પતિને માથામાં તવી મારી લોહી લુહાણ કરી નાખ્યો

માથાભારે પત્નીએ પતિને માથામાં તવી મારી લોહી લુહાણ કરી નાખ્યો

મોરબીના શનાળા ગામમાં આવેલ શક્તિ મંદિર નજીક આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા નારણભાઈ રામજીભાઈ સોલંકી નામના યુવક ગત તા 9 ના રોજ સવારે તેના ઘરે હતો તે વખતે તેમના બહેન વિયાબેન રસોઈ બનાવવા રસોડામાં ગયા હતા અને નારણભાઈના પત્ની સીતાબેનને જણાવ્યું હતું કે તેને કામ પર જવાનું હોવાથી પહેલા તેમને રસોઈ બનાવી લેવા દો જોકે નારણભાઈના પત્ની સીતાબેને વિયાબેન સાથે ઝઘડો કર્યો હતો આ દરમિયાન નારણભાઈ ત્યાં આવી પહોચ્યા હતા ને ઝઘડો ન કરવા સમજાવતા સીતાબેને તેની સાથે ઝઘડો કર્યો હતો અને તેના હાથમાં રહેલી રોટલી બનાવવાની લોખંડની લોઢી રસોઈ બનાવવાની તવી મારી હતી જેથી નારણભાઈને માથામાં ગંભીર ઈજા પહોચાડી માથું લોહી લુંહાણ કરી નાખતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે નારણભાઈની ફરિયાદ આધારે સીતાબેને ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW