HomeGujaratભૂમિકા ભૂત માઉન્ટ એવરેસ્ટની ૮૦૦૦ મી. ઊંચાઈ સર કરનાર મોરબી જિલ્લાની પ્રથમ...

ભૂમિકા ભૂત માઉન્ટ એવરેસ્ટની ૮૦૦૦ મી. ઊંચાઈ સર કરનાર મોરબી જિલ્લાની પ્રથમ મહિલા પોલીસ કર્મી

મોરબી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી ભૂમીકાબેન ભૂત અગાઉ અનેક વખત ગૂજરાત ના સૌથી ઉચા એવા ગિરનાર પર્વત પર થતી આરોહણ અવરોહણ સ્પર્ધા માં ભાગ લઈ  ગોલ્ડ મેડલ  મેળવ્યા બાદ હવે દુનિયાના સૌથી ઊંચા શિખર એવા માઉન્ટ એવરેસ્ટ સર કરવાના ઇરાદથી  નીકળી પડ્યા છે છેલ્લા દોઢ મહિના પહેલા માઉન્ટ એવરેસ્ટ પર્વત સર કરવાનું શરૂ કર્યું હતું અને છેલ્લે ૮૦૦૦ મીટર સુધીની ઉંચાઈ સુધી સર કરી હતી જોકે  ત્યાર બાદ ની ઊંચાઈએ પરનું વાતાવરણ અત્યંત ખરાબ થઈ ગયું હતું અને ૪ જેટલા પર્વતા રોહક ના મોત પણ થયા હતા જેથી ગાઈડ દ્વારા તેઓને પાછા વળવા સલાહ આપવામાં આવતા હાલ પરત ફર્યા છે.જોકે મોરબી જીલ્લા પોલીસ વિભાગમાં પ્રથમ મહિલા પોલીસ કર્મી છે જેમણે વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટની ૮૦૦૦ ઊંચાઈ સર કરી છે.

મોરબીના મહિલા પોલીસકર્મી ભૂમીકાબેન ભૂત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં અનેક વખત ગોલ્ડ મેડલ જીત્યા છે તે ઉપરાંત પોલીસ પરિવારની વિવિધ સ્ટેટ લેવલની સ્પર્ધાઓમાં પણ તેઓ વિજેતા બન્યા છે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલ જીતી તેઓ અનોખો રેકોર્ડ સર્જી ચુક્યા છે અને હવે તેઓએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો સંકલ્પ કર્યો હોય જેથી તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરવા નીકળી પડ્યા હતા

ભૂમીકાબેન ભૂત માઉન્ટ એવરેસ્ટ ૮૦૦૦ મીટર ઉંચાઈ સુધી પહોંચી ગયા હતા અને બાદમાં હવામાન અતિ ખરાબ થઇ ગયું હતું તેમજ તેમના ગ્રુપમાં રહેલ ચાર વ્યક્તિના મોત પણ થઇ ચુક્યા હતા જેથી ગાઈડ શેરપાએ પાછા વળી જવાની સલાહ આપી હતી અને ૮૦૦૦ મીટર સુધી પહોંચી ભૂમિકાબેને અનોખો કીર્તિમાન સર્જ્યો છે તેમજ મોરબી જીલ્લાનું અને પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW